ન્યુરોમોડ્યુલેશન · આધુનિક મગજ સારવાર
Read in Englishદવા કામ ન કરે ત્યારે
રસ્તો પૂરો થતો નથી.
ભાવનગરમાં માનસ હોસ્પિટલની અલાયદી ન્યુરોમોડ્યુલેશન સુવિધા — rTMS, mBPT, tDCS, કેટામીન IV ઇન્ફ્યુઝન અને નાલ્ટ્રેક્સોન ઇમ્પ્લાન્ટ. જે દર્દીઓને ફક્ત દવાથી પૂરતો ફાયદો ન થયો હોય તેમના માટે પુરાવા આધારિત, આધુનિક સારવાર.

૧૯૮૯થી · કાળાનાળા, ભાવનગર
૩૦ મિનિટની બેઠક. બેહોશી નહીં. તે જ દિવસે કામ પર પરત.
અમારી પાંચ સારવાર
એક જ છત નીચે પાંચ આધુનિક વિકલ્પ.
દરેક સારવાર વિશે વિગતવાર માહિતી — કેવી રીતે કામ કરે છે, કોને અપાય, આડઅસર શું અને કોને ન અપાય — નીચે આપેલી લિંક પર (અંગ્રેજીમાં) વાંચી શકાય છે.
સૌથી વધુ પુરાવા · FDA માન્ય
rTMS — ચુંબકીય તરંગ સારવાર
માથા પર મૂકેલી કોઈલ દ્વારા ચુંબકીય તરંગો મગજના ચોક્કસ ભાગને ફરી સક્રિય કરે છે. બેહોશી નહીં, ઓપરેશન નહીં, દાખલ થવાની જરૂર નહીં. દરરોજ ૩૦ મિનિટની બેઠક — પછી તમે સીધા કામ પર જઈ શકો. દવાથી ન મટતી હતાશા, OCD, ચિંતા અને તમાકુ છોડાવવા માટે માન્ય.
વિગતવાર માહિતી વાંચોબેહોશીમાં · સંપૂર્ણ દેખરેખ હેઠળ
mBPT — આધુનિક ‘શોક’ સારવાર
ફિલ્મોમાં દેખાતી જૂની સારવાર નહીં. આજની mBPT સંપૂર્ણ બેહોશી અને સ્નાયુ શિથિલ કરતી દવા સાથે અપાય છે — શરીરમાં ઝટકા દેખાતા નથી, દર્દીને કંઈ યાદ રહેતું નથી અને દુખાવો થતો નથી. જીવ જોખમમાં હોય તેવી તીવ્ર હતાશા, ખાવાનું બંધ કરી દેવું, કેટાટોનિયા અને આત્મહત્યાના તીવ્ર વિચારોમાં સૌથી ઝડપી રાહત.
વિગતવાર માહિતી વાંચોસૌથી હળવી · સસ્તી
tDCS — હળવો વિદ્યુત પ્રવાહ
માથા પર બે નરમ સ્પોન્જ પટ્ટી મૂકીને ખૂબ જ હળવો પ્રવાહ અપાય છે — દુખાવો નહીં, ફક્ત થોડી ઝણઝણાટી. ૨૦–૩૦ મિનિટની બેઠક દરમિયાન તમે વાંચી પણ શકો. હળવી હતાશા, દારૂ–તમાકુની તલપ, લકવા કે માથાની ઈજા પછીની યાદશક્તિ સુધારવા અને લાંબા સમયના દુખાવામાં ઉપયોગી.
વિગતવાર માહિતી વાંચોકલાકોમાં અસર · મોનિટર સાથે
કેટામીન IV ઇન્ફ્યુઝન
શાંત ઓરડામાં, ડૉક્ટરની હાજરીમાં, બ્લડપ્રેશર–પલ્સ–ઓક્સિજન પર સતત નજર રાખીને આશરે ૪૦ મિનિટનું ધીમું ઇન્ફ્યુઝન. દવાથી ન મટતી તીવ્ર હતાશા અને આત્મહત્યાના વિચારોમાં ઘણીવાર ૨૪ કલાકમાં જ રાહત મળે છે — જ્યાં ગોળીની અસર માટે ચાર અઠવાડિયા વાટ જોવી જોખમી હોય.
વિગતવાર માહિતી વાંચોવ્યસનમુક્તિ · મહિનાઓ સુધી અસર
નાલ્ટ્રેક્સોન ઇમ્પ્લાન્ટ
ચામડી નીચે મૂકાતી નાની ગોળી (ઇમ્પ્લાન્ટ) મહિનાઓ સુધી ધીમે ધીમે દવા છોડે છે — દારૂ કે અફીણ–બ્રાઉન શુગરની તલપ પર સતત રોક લાગે છે. રોજની ગોળી યાદ રાખવાની ઝંઝટ નથી, અને દારૂ છોડ્યા પછીના સૌથી જોખમી પહેલા છ મહિનામાં ફરી લપસી જવાનું જોખમ ખૂબ ઘટે છે.
વિગતવાર માહિતી વાંચોકેમ ન્યુરોમોડ્યુલેશન
બીજા દરવાજા બંધ થયા હોય, ત્યારે આ દરવાજો ખૂલે છે.
ઓપરેશન વગર
rTMS અને tDCS માં બેહોશી કે ચીરો નથી. તમે ચાલીને આવો, બેઠક પૂરી કરીને ચાલીને જાઓ.
દવા વગર કે દવા સાથે
દવાની આડઅસર સહન ન થાય તેવા દર્દીઓ માટે વિકલ્પ, અને બીજા માટે દવા સાથેનો સહારો.
FDA માન્ય પ્રોટોકોલ
વિશ્વભરના સંશોધન આધારિત નિયત પ્રોટોકોલ — અંદાજ કે અખતરા નહીં.
ભાવનગરમાં જ
કાળાનાળા, ભાવનગરમાં અમારી પોતાની ન્યુરોમોડ્યુલેશન સુવિધા — અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નહીં.
કઈ તકલીફોમાં
કોને આ સારવારથી ફાયદો થાય છે.
દવાથી ન મટતી હતાશા
બે કે વધુ દવા આપ્યા પછી પણ સુધારો ન થયો હોય તેવા દર્દીઓ માટે.
OCD (વારંવાર થતા વિચાર–ક્રિયા)
વારંવાર હાથ ધોવા, ચેક કરવા, ગણવા — તીવ્ર કિસ્સાઓ માટે માન્ય rTMS પ્રોટોકોલ.
ચિંતા અને પેનિક એટેક
સતત ગભરામણ, છાતીમાં ધડકન, મરી જવાનો ડર — લક્ષિત સારવાર.
આત્મહત્યાના તીવ્ર વિચાર
કેટામીન ઇન્ફ્યુઝન અને mBPT — જ્યાં ઝડપ જ સૌથી મોટી જરૂરિયાત છે.
સ્કિઝોફ્રેનિયામાં અવાજ સંભળાવા
દવા સાથે ન મટતાં ભ્રમ–અવાજ માટે rTMS/tDCS સહાયક સારવાર.
વ્યસનની તલપ
દારૂ, તમાકુ અને અફીણની તલપ ઘટાડવા — સાથે નાલ્ટ્રેક્સોન ઇમ્પ્લાન્ટનો વિકલ્પ.
rTMS કોર્સ કેવો હોય
પહેલા દિવસથી અંત સુધી, પગલું પગલું.
- 01
દિવસ ૦ — તપાસ અને યોગ્યતા
સંપૂર્ણ માનસિક તપાસ, અગાઉ લીધેલી દવાઓની સમીક્ષા, અને માથામાં ધાતુ, પેસમેકર કે વાઈનો ઇતિહાસ છે કે નહીં તેની સુરક્ષા તપાસ. યોગ્ય ન હોય તો અમે સ્પષ્ટ ના પણ કહીએ છીએ.
- 02
દિવસ ૧ — મોટર થ્રેશોલ્ડ માપન
તમારા મગજને કઈ તીવ્રતા જોઈએ તે અંગૂઠાની હળવી હલનચલન જોઈને નક્કી થાય છે — ડોઝ તમારા માટે વ્યક્તિગત, સૌને એકસરખો નહીં.
- 03
અઠવાડિયું ૧–૪ — મુખ્ય કોર્સ
અઠવાડિયામાં પાંચ દિવસ, રોજ આશરે ૩૦ મિનિટ. તમે જાગતા બેસો છો, વાત કરી શકો છો, અને પછી સીધા કામ કે કૉલેજ જઈ શકો છો.
- 04
અઠવાડિયું ૫–૬ — ઘટાડો અને સમીક્ષા
બેઠકો ધીમે ધીમે ઘટાડાય છે અને શરૂઆતના જ સ્કેલ પર સુધારો માપવામાં આવે છે. પછી જાળવણીની યોજના — સામાન્યપણે થોડી બૂસ્ટર બેઠકો.
ખાસ વાંચો
નાલ્ટ્રેક્સોન ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી અકસ્માત કે ઓપરેશન વખતે અફીણ-આધારિત દુખાવાની દવા અસર કરતી નથી — તેથી હંમેશા મેડિકલ એલર્ટ કાર્ડ સાથે રાખો અને સારવાર કરનાર ડૉક્ટરને જણાવો. તેમજ ઇમ્પ્લાન્ટ મૂકતાં પહેલાં દર્દી સંપૂર્ણપણે ડિટોક્સ થયેલો હોવો જરૂરી છે, અને તે દર્દીની પોતાની સંમતિથી જ મૂકાય છે — પરિવારના કહેવાથી છૂપી રીતે નહીં.
વારંવાર પૂછાતા પ્રશ્નો
પરિવારજનો હંમેશા આ પ્રશ્ન પૂછે છે.
તમે આ સારવાર માટે યોગ્ય છો કે નહીં, એક મુલાકાતમાં ખબર પડશે.
૩૦ મિનિટની યોગ્યતા તપાસ. પ્રામાણિક જવાબ, લખેલો ખર્ચ, કોઈ દબાણ નહીં.